રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે.
ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધનને સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે તે માટે “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાતે આ અભિગમ દાખવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આ રાખડી કળશ 16 મરાઠા લાઈટ ઈન્ફ્રન્ટ્રીના લેફટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા હતા.
Site Admin | ઓગસ્ટ 17, 2024 3:27 પી એમ(PM)