તાજેતરમાં યોજાયેલી રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે મહત્વનાં હોદ્દેદારોની વરણી માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રદેશની સંસદીય સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પક્ષના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય શક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં 65 નગરપાલિકા, જુનાગઢ મહાનગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતો-ગાંધીનગર, કઠલાલ અને કપડવંજનાં હોદ્દેદ્દારોની વરણી અંગે ચર્ચા થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શાસક પક્ષનાં નેતાઓ સહિત કુલ 225થી વધુ મહત્વનાં હોદ્દાઓ પર વિચારણા થઈ હતી.
Site Admin | માર્ચ 4, 2025 6:57 પી એમ(PM) | ચૂંટણી
રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે મહત્વનાં હોદ્દેદારોની વરણી માટે ચક્રો ગતિમાન કર્યા
