ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર 2025’નો આરંભ થયો છે

રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર 2025’નો આરંભ થયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો, ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓએ ભાગ લીધો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જાડા ધાન્યનાં મહત્વ અંગે આ મુજબ જણાવ્યુઃ (BYTE CM BHUPENDRA PATEL, MILLET) આ મહોત્સવમાં પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ અને પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવશે. 105 પ્રદર્શન અને વેચાણ સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટ્સ સહિતની ચીજો રજૂ કરવામાં આવી છે.દરમિયાન, રાજકોટમાં નાના મવા ખાતે આજથી મિલેટ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ