રાજ્યની સહકારી બેન્કોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે 22 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં 6 હજાર 500 કરોડ રૂપિયાની થાપણ પણ જમા થઈ છે તેમ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી. રાજ્ય વિધાનસભામાં શ્રી વિશ્વકર્માએ કહ્યું, બનાસકાંઠામાં પાયલટ પ્રૉજેક્ટ અંતર્ગત સહકારી મંડળીઓના ખાતા જિલ્લા સહકારી બેન્કમાં ખોલવવા માટે સમજૂતી કરવામાં આવી હતી, જે હેઠળ એપ્રિલ 2023થી જુલાઈ 2024 સુધીમાં બનાસકાંઠામાં કુલ 616 દૂધમંડળીઓના નવા ખાતા જિલ્લા મધ્યસ્થ સરકારી બેન્કમાં ખોલાયા છે. આ પાયલટ પ્રૉજેક્ટ અંતર્ગત બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં એક વર્ષમાં અંદાજે ચાર લાખ નવા ખાતા ખોલાયા છે, જેમાં 1 હજાર 200 કરોડ રૂપિયાની થાપણ જમા થઈ છે.
મંત્રી શ્રી વિશ્વકર્માએ ગૃહમાં કહ્યું કે, દરેક ગામમાં માઈક્રો ATMના લક્ષ્યાંક સાથે 7 હજાર 800થી વધુ માઇક્રો ATM કાર્યરત્ છે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 12:15 પી એમ(PM) | #aakahvani #aakashvaninews | #gujaratvidhansabha #monsoonsession #vidhansabha #Gujarat #chomasusatra | Gujarat