રાજ્યની સરહદોના 79 પ્રવેશ અને નિર્ગમન સ્થળ પર 411 સીસીટીવી કૅમેરા લગાવાશે. વિશ્વાસ પ્રૉજેક્ટ અંગે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી. તેમણે કહ્યું, “વિશ્વાસ પ્રૉજેક્ટના બીજા તબક્કા હેઠળ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ-દીવ, દાદરા અને નગરહવેલી સાથેની સરહદ પર આ કામગીરી કરાશે. પ્રૉજેક્ટના પહેલા તબક્કા અંતર્ગત રાજ્યના 41 શહેરમાં કુલ 7 હજારથી વધુ કૅમેરા લગાવાયા તેમ જ 35 કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટર કાર્યરત્ કરાયા છે.”
શ્રી સંઘવીએ ઉમેર્યું, હાઈ ટેક્નોલૉજી સાથેના સીસીટીવી કેમેરા થકી રિયલ ટાઈમ મૉનિટરીંગના કારણે કાયદા-વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા તથા ગુના નિવારણ અને શોધની કામગીરીમાં આ પ્રૉજેક્ટ મહત્વપૂર્ણ છે. વિશ્વાસ પ્રૉજેક્ટના પહેલા તબક્કા હેઠળ 12 હજારથી વધુ ધાડ, લૂંટ, ચોરી સહિત અન્ય ગુનાઓ શોધવામાં પોલીસને સફળતા મળી હોવાનું પણ શ્રી સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 7:10 પી એમ(PM) | સીસીટીવી કૅમેરા
રાજ્યની સરહદોના 79 પ્રવેશ અને નિર્ગમન સ્થળ પર 411 સીસીટીવી કૅમેરા લગાવાશે
