રાજ્યની સરકારી શાળામાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દરમિયાન આવા શિક્ષકો સામે કાયદાકીય પગલાં લેવા અંગે પણ ચર્ચા થઇ હતી.
શ્રી પાનશેરિયાએ કહ્યું, આવા શિક્ષકો સામે પગલાં લેવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં 17 જિલ્લાના શિક્ષકો બિનઅધિકૃત રીતે રજા પર હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 32 શિક્ષકો અત્યાર વિદેશમાં છે.
Site Admin | ઓગસ્ટ 12, 2024 7:44 પી એમ(PM) | રાજ્ય સરકાર