રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આગામી ૨૭મી ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે.
ગુજરાત યુનિવર્સિટીમાં તારીખ ૩૧ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી તમામ વિભાગોની કામગીરી બંધ રહેશે જ્યારે શૈક્ષણિક કાર્ય ૧૭ મી નવેમ્બરથી શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યની વિવિધ શાળાઓમાં આગામી ૨૮મી ઓકટોબરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થશે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 9:01 એ એમ (AM)