ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 9, 2024 7:29 પી એમ(PM)

printer

રાજ્યની સરકારી મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી 55 ટકા સુધીનો વધારો કરાયો

રાજ્યની સરકારી મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી 55 ટકા સુધીનો વધારો કરાયો છે. ખાનગી પ્રેક્ટિસ સિવાય સેવારત વર્ગ-૧ અને વર્ગ-૨ ના તબીબી શિક્ષકોને આ વધારાનો લાભ મળશે.
આ નિર્ણય અનુસાર પ્રાધ્યાપક વર્ગ-૧ના પ્રોફેસરને હાલ ૧ લાખ ૮૪ હજાર રૂપિયાનું માસિક વેતન ચૂકવવામાં આવે છે, જે હવેથી બે લાખ ૫૦ હજાર થશે. સહ પ્રાધ્યાપક વર્ગ-૧ ને ૧ લાખ ૬૭ હજાર ૫૦૦ ની જગ્યાએ ૨ લાખ વીસ હજાર રૂપિયા, મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-૧ ને ૮૯ હજાર ૪૦૦ ની જગ્યાએ ૧ લાખ ૩૮ હજાર રૂપિયા અને ટ્યુટર વર્ગ-૨ ને ૬૯ હજાર ૩૦૦ ની જગ્યાએ ૧ લાખ પાંચ હજાર રૂપિયા માસિક વેતન ચૂકવાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ