ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 12, 2024 7:38 પી એમ(PM)

printer

રાજ્યની સરકારી તબીબી કોલેજોમાં ફી વધારા અંગે આગામી દિવસોમાં રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે..

રાજ્યમાં GMERS કોલેજોમાં ફી વધારા સામે રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ થઈ
રહ્યો છે, ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ફી ઘટાડવા અંગે સંકેત આપ્યો હતો. આજે
ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પટેલે વધુમાં આ મુજબ જણાવ્યું

દરમિયાન, GMERS કોલેજોની ફી માં કરવામાં આવેલા ધરખમ વધારા સામે
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-એબીવીપીએ વિરોધ કર્યો છે. પાટણ ખાતે ધારપુર મેડિકલ
કોલેજમાં વધારા સામે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વલસાડમાં પણ ABVPના વિદ્યાર્થીઓ અને GMERS મેડિકલ કોલેજના
વિદ્યાર્થીઓએ ડિનને આવેદન પત્ર પાઠવી ફી વધારો પરત ખેંચવા માંગ કરી છે.
NSUI દ્વારા પણ ફી વધારા સામે જૂનાગઢ, મોરબી, અમદાવાદ, પાટણ,
નર્મદા, રાજપીપળામાં GMERS કોલેજો ખાતે ઉગ્ર વિરોધ નોંઘાવવામાં આવ્યો
હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ