ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 25, 2024 10:41 એ એમ (AM) | શાળાઓ

printer

રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જતા પહેલા શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવી પડશે

રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જતા પહેલા શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવી પડશે. ઉપરાંત પ્રવાસની તારીખના 15 દિવસ પહેલા પ્રવાસ અંગેની જાણ સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – R.T.O અને સ્થાનિક પોલીસ મથકને કરવી પડશે. શાળામાં સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક, વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવા શિક્ષણ વિભાગે માર્ગદર્શક સૂચનો જાહેર કર્યા છે.
આ સૂચનો અનુસાર, શાળાઓએ પ્રવાસના પ્રતિદિન કાર્યક્રમ અંગેની જાણ કરવી પડશે. તેમજ એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના “કન્વીનર” તરીકે નિમણૂક કરવા અને આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવું પડશે. ઉપરાંત પ્રવાસ દરમિયાન પ્રથમ સારવાર કિટ સાથે રાખવી અને ઋતુ પ્રમાણે પ્રવાસના સ્થળની પસંદગી કરવી પડશે. જ્યારે પ્રવાસ દરમિયાન જળાશયોમાં બૉટિંગ કે રાઈડિંગ બને ત્યાં સુધી ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ