રાજ્યની પોલીસ રાજ્યમાં શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતા અને નિર્દોષ નાગરિકોને હેરાન કરતા અસામાજિક તત્વો સામે કડક પગલાં લઈ રહી છે. રાજ્યની પોલીસે ત્રણ વર્ષમાં પાસા હેઠળ એક હજાર 157 આરોપીઓને કાયદાના પાઠ ભણાવાયા છે.
રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા રાજ્ય પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી થઈ રહી છે. વર્ષ 2022થી 2024 દરમિયાન પાસા એટલે કે, પ્રિવૅન્શન ઑફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં એક હજાર 157 આરોપીઓની અટકાયત કરી તેમને ગુનાખોરીના રસ્તે ફરી ન વળવાની સમજ આપવામાં આવી છે. આ પહેલનો હેતુ એવા ગુનેગારો પર નજર રાખવાનો છે, જેઓ અગાઉ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. ઉપરાંત આ ગુનેગારોને ફરીથી ગુનાખોરીના માર્ગે જતા અટકાવવાનો છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 8:43 એ એમ (AM)
રાજ્યની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનાર એક હજાર 157 આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયા
