રાજ્યની વડી અદાલતે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની માન્યતા પ્રાપ્ત ન હોય તેવી અનુદાનિત અને સરકારી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને કામચલાઉ સનદ આપવા આદેશ કર્યો છે, જેથી તેઓ આવનારી ઑલ ઈન્ડિયા બાર એક્ઝામમાં બેસી શકે.
આ આદેશ બાદ બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓને કામચલાઉ સનદ આપવાની કામગીરી પૂર્ણ કરાશે તેવી જાહેરાત કરી છે. કામચલાઉ સનદ માટે માટે અરજી ભરવાની છેલ્લી તારીખ વડી અદાલતે 31 ઑક્ટોબર નક્કી કરી હોવાથી બાર કાઉન્સિલ મધરાત્રે પણ કામ કરી રહ્યું છે. આ અંગે વધુ માહિતી બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના અધ્યક્ષ જે. જે. પટેલે માહિતી આપી હતી.
Site Admin | ઓક્ટોબર 23, 2024 3:28 પી એમ(PM) | બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા