રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. આ અંગેનો પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલેલા પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખ એક સરખી રહે તે માટે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક કેલેન્ડર આપવામાં આવે છે. જે મુજબ રાજ્યની પ્રાથમિક શાળા માટે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 8:20 એ એમ (AM) | દિવાળી