ગૃહરાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, રાજ્યની પોલીસ કોઈપણ ગુનેગારને કે તેની સંપર્કમાં રહી મદદ કરનારને છોડશે નહીં.
વિધાનસભામાં એક પ્રશ્નનાં જવાબમાં શ્રી વિશ્વકર્માએ વઘુમાં જણાવ્યું હતું કે, સ્ટેટ મોનીટરિંગ સેલે વર્ષ 2023થી અત્યાર સુધીમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ કુલ 978 જુગારના 230 તેમજ ખનિજ ચોરીના 50 ગુનાઓ દાખલ કર્યા છે. અને કુલ 250 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પૂરક પ્રશ્નનાં જવાબમાં શ્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ગુનો આચરતી ટોળકીનાં 10 સભ્યો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત તાજેતરમાં બે નાઈજીરીયન નાગરોકો પાસેથી એક કરોડ 49 લાખ 51 હજારની કિંમતનાં ડ્રગ્સ સાથે ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Site Admin | માર્ચ 7, 2025 2:39 પી એમ(PM)
રાજ્યની પોલીસ કોઈપણ ગુનેગારને કે તેની સંપર્કમાં રહી મદદ કરનારને છોડશે નહીં, જણાવતાં ગૃહરાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા
