ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 12, 2024 7:17 પી એમ(PM)

printer

રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ ગુજકો માર્ટનો અમદાવાદમાં પ્રારંભ થયો

રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ ગુજકો માર્ટનો અમદાવાદમાં પ્રારંભ થયો છે.. ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન, ગુજકોમાસોલ દ્વારા ગુજરાતના પ્રથમ સહકારી મોલ ‘ગુજકો માર્ટ’ને આજે ખુલ્લુ મુકાયું હતું.. અમદાવાદના સાયન્સ સિટિ રોડ ઉપર શરૂ થયેલા આ સ્ટોરનું ઉદઘાટન ઇફ્કોના ચેરમેન દિલીપ સાંઘાણી તેમજ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા કરાયું હતું.. વિકાસ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં સહકારી સુપર માર્કેટ રિટેલ ચેઇનના વિકાસની દિશા ખૂલી છે..
આ નવી પહેલે ખેડૂતોની આવક બમણી કરવા માટે સહકારથી સમૃદ્ધિ સાધવાનો, ઓર્ગેનિક ધાન્ય, મીલેટને પ્રોત્સાહન આપવાનો તેમજ આત્મનિર્ભરતાનો રાહ ચીંધ્યો છે.. આ સ્ટોરને કારણે ઓર્ગેનિક ફાર્મ પ્રોડક્ટના માર્કેટિંગ અને સેલિંગ માટેનું એક કોમન પ્લેટફોર્મ ગુજકો માર્ટના માધ્યમથી ખેડૂતોને મળ્યુ છે. નાનાં- મોટાં નગરો અને મહાનગરોમાં સારા લોકેશન પર ગુજકો માર્ટ સુપર માર્કેટ શરૂ કરવાનું પણ ગુજકોમાસોલ દ્વારા આયોજન કરાયુ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ