રાજ્યની ત્રણ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 255 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ત્રણ મહાનગરપાલિકાનાં કામો માટે આ મંજૂરી આપી છે, જે અંતર્ગત ગાંધીનગર મહાનગર પાલિકાને 12 કરોડ 84 લાખ રૂપિયા, રાજકોટ મહાનગરપાલિકાને 60 કરોડ 72 લાખ રૂપિયા, તથા સુરત મહાનગરપાલિકાને 181 કરોડ 50 લાખ રૂપિયાની રકમ મંજૂર કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ નવા રોડ બનાવવા અને હયાત માર્ગોની સુધારણા સહિતના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી સહાય આપવામાં આવે છે..
આ યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષમાં સુરત મહાનગરપાલિકાને 741 કરોડ રૂપિયા, રાજકોટ મહાનગરપાલિકાને 168 કરોડ 94 લાખ રૂપિયા તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાને 57 કરોડ 68 લાખ રૂપિયા મળીને કુલ 961 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 11:18 એ એમ (AM) | મુખ્યમંત્રી