ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 20, 2024 7:28 પી એમ(PM)

printer

રાજ્યની તાલીમ સંસ્થા સ્પીપાના કુલ 286 ઉમેદવારો અત્યાર સુધીમાં UPSCની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા

રાજ્યની તાલીમ સંસ્થા “સરદારપટેલ લોકપ્રશાસન સંસ્થા- સ્પીપા”ના કુલ 286 ઉમેદવારો અત્યાર સુધીમાં સંઘ જાહેર સેવા આયોગ- UPSCની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા છે. સ્પીપા ખાતે વર્ગ એક અને વર્ગ બે-ના અધિકારીઓ તેમજ વર્ગ ત્રણના કર્મચારીઓ માટેની પૂર્વસેવા તાલીમનું પણ આયોજન કરવામાં આવે છે.

સ્પીપા સંસ્થા દ્વારા રાજ્ય સરકારની સેવાઓમાં નવી નિમણૂક પામીનેજોડાતા અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી નિયમો અને કાર્યપ્રણાલી અંગેની તાલીમ આપવામાંઆવે છે. વર્ષ 2023માં લેવાયેલી UPSCની પરીક્ષામાં સ્પીપાના કુલ 26 ઉમેદવારો સફળ થયા હતા. આ રીતે વર્ષ 1992થી શરૂ થયેલી આ સંસ્થાના અત્યાર સુધી 286 ઉમેદવાર અંતિમ પસંદગી પામ્યા છે. ઉમેદવારો વિવિધ સરકારી વિભાગોમાં સેવા આપી શકે તે હેતુથી સરદાર પટેલ ગુડગવર્નન્સ સીએમ ફેલૉશીપ કાર્યક્રમ પણ શરૂ કરાયો છે. વર્ષ 2023-24માં આ યોજનામાં 18જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. જ્યારે વર્ષ 2024-25 માટેના બજેટમાં 2 કરોડ 99 લાખરૂપિયાની અને વર્ષ 2025-26 માટે 3 કરોડ 50 લાખથી વધુ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.    

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ