ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 11, 2025 7:11 પી એમ(PM) | આરોગ્ય સંસ્થા

printer

રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે

રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
રાજ્યની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2024 અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અત્યાર સુધીમાં રાજ્યની ૧૬ હજાર ૬૯૮ જેટલી આરોગ્ય સંસ્થાઓએ કાયમી અથવા કામચલાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું, જે પૈકી ૧૪ હજાર ૬૪૭ સંસ્થાઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે.
રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્ર વિના કાર્યરત કોઈપણ આરોગ્ય સંસ્થાઓ માટે ૧૦ હજારથી ૫ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે.
આ કાયદા હેઠળ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ