ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 17, 2025 6:10 પી એમ(PM) | મતગણતરી

printer

રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા,66 નગર પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતની સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આવતીકાલે મતગણતરી થશે

રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા,66 નગર પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતની સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આવતીકાલે મતગણતરી થશે. તમામ ઇવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યાં છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કુલ 7 હજાર 36 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા જેમાં 1 હજાર 261 અમાન્ય અને 5 હજાર 775 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા હતા. 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું હતું. રાજ્યમાં ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું હતુ. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 44.32 ટકા, જ્યારે 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 61.65ટકા તેમજ ત્રણ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 65.07 ટકા મતદાન થયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ