રાજ્યની જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમમાં અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 49 જળાશય સંપૂર્ણ છલકાતા હાઈ-અલર્ટ જાહેર કરાયું છે.
જળસંપત્તિ વિભાગની યાદીના જણાવ્યા મુજબ, રાજ્યના અન્ય 206 જળાશયમાં કુલ સંગ્રહશક્તિના 62 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે 13 જળાશય 90 ટકાથી 100 ટકા ભરાતા હાઈએલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના 40 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા અલર્ટ અપાયું છે. ઉપરાંત 20 ડેમ 50થી 70 ટકા ભરાતાં ચેતવણી આપવામાં આવી છે.
આજે સવારે 8 વાગ્યાના અહેવાલ મુજબ, ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવરમાં સૌથી વધુ 2 લાખ 67 હજાર 807 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે ઉકાઈ યોજનામાં 60 હજાર 534 ક્યૂસેક પાણીની આવક થઈ છે.
Site Admin | ઓગસ્ટ 12, 2024 4:02 પી એમ(PM) | જળસંગ્રહ