ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 18, 2024 7:15 પી એમ(PM) | સરદાર સરોવર ડેમ

printer

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર પહોંચી ગયો

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યના કુલ 206 જળાશયમાં કુલ સંગ્રહશક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે એમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે આજે સવારે 8 વાગ્યાના અહેવાલ મુજબ ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે, જેમાં જામનગરના વાગડીયા અને સસોઈ-2 તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ સો ટકા ભરાતા હાઈ અલર્ટ અપાયું છે. આ ઉપરાંત જુનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-2 તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફૂલઝર-1 તથા પોરબંદરના સારણ ડેમ 80થી 90 ટકા ભરાતા અલર્ટ પર છે .
જ્યારે જામનગરના ફૂલઝર, ઊંડ-3 અને રૂપારેલ, રાજકોટના આજી-2 અને ન્યારી-2 તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ 70થી 80 ટકા વચ્ચે ભરાતા ચેતવણી આપવામાં આવી છે.
તો મહેસાણાના અમારા પ્રતિનિધિ જંયતી ચૌધરી જણાવે છે કે ઉપરવાસમાં વરસાદને કારણે ધરોઈ ડેમમાં 8 હજાર 56 ક્યૂસેક પાણીની આવક થઈ છે. હાલમાં પાણીની સપાટી 601.11 ફૂટે પહોચી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ