રાજ્યની આગવી ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો આજથી શાનદાર પ્રારંભ થયો છે. અમદાવાદનાં રિવરફન્ટ પર યોજાઈ રહેલા પતંગોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ પણ પતંગ ચગાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં રાજ્યનો પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યું છે.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળૂભાઈ બેરાએ કહ્યું હતુ કે, આ પતંગ મહોત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક ઉપાર્જનનું આધાર કેન્દ્ર બન્યો છે.
વધુમાં કહ્યું હતું કે, 11થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 12 જાન્યુઆરીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, રાજકોટ તથા વડોદરા ખાતે 13 જાન્યુઆરીએ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો, ભારતનાં અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા અને રાજ્યનાં 11 શહેરનાં 417 પતંગબાજોએ ભાગ લીધો છે.