રાજ્યની અંદાજે 11 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરાતી એફિડેવિટની પ્રક્રિયા ઑનલાઈન કરાશે. તેમજ ફી નિયમન સમિતિઓ વચ્ચે કામગીરીનું સંકલન કરી અને કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા SOP એટલે કે, માનક સંચાલન પ્રક્રિયા પણ તૈયાર કરાશે.ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષ અને સભ્યો સાથે યોજાયેલી બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી.પ્રક્રિયા ઑનલાઈન થવાથી ફી નિયમન સમિતિઓમાં કામગીરી પૅપરલૅસ, પારદર્શક અને ઝડપી બનશે.
Site Admin | ડિસેમ્બર 24, 2024 7:28 પી એમ(PM) | એફિડેવિટની પ્રક્રિયા