ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 25, 2024 4:06 પી એમ(PM) | વરસાદ

printer

રાજ્યના 60 તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યના 60 તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખેડામાં સૌથી વધુ બે ઇંચથી વધુ, જૂનાગઢના વિસાવદરમાં અને વડોદરાના ડેસરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
દરમિયાન, રાજ્ય સરકાર દ્વારા ચોમાસાની શરૂઆતમાં જ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને ગાંધીનગરથી એનડીઆરએફની વધુ ચાર ટીમો ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર તેમજ નર્મદામાં મોકલવામાં આવી છે. અગાઉ કચ્છ, રાજકોટ અને વલસાડમાં એક એક ટીમ મોકલવામાં આવી હતી.
ગતમોડી રાતથી અત્યાર સુધીમાં કેટલાંક સ્થળો વરસાદ થયો હોવાના અહેવાલ છે, જેમાં અરવલ્લીમાં મેઘરજ અને માલપુર તાલુકામાં વરસાદી વરસ્યો હતો.
પંચમહાલ જિલ્લામાં હાલોલ, કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, શહેરા, ગોધરા સહિતના પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો આનંદિત થયા છે. જ્યારે ઘોઘંબાના પાલ્લા ગામે એક કાચા ઘર પર વીજળી પડતા બે બળદ અને શ્વાનનું મોત નીપજ્યુ હતું.
મહીસાગર જિલ્લાના વિરપુરમાં એક ઇંચ જેટલો વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા..
ભાવનગરના ગોહિલવાડ પંથકમાં અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો હતો. જિલ્લાના વલભીપુરમાં એક ઇંચ, ઉમરાળા અને સિહોરમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં હળવા ઝાપટા થયા હોવાના અહેવાલ છે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ