રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યમાં 203 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. તેમાં સૌથી વધુ સાડા સાત ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના પ્રાતિજમાં વરસ્યો હતો. સાબરકાંઠાના થુરાવાસ ગામે વીજળી ત્રાટકતાં એક શ્રમિકનું મોત થયું હતું, અને એક ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે બે શ્રમિકનો આબાદ બચાવ થયો હતો. મહેસાણાના વિસનગરમાં સવા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય સ્થળોએ ભારેથી મધ્યમ વરસાદ વરસ્યો
હતો. વરસાદના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. અમદાવાદમાં પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ મહાનગર પાલિકાએ આપેલા આંકડા અનુસાર શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
Site Admin | જુલાઇ 29, 2024 8:05 પી એમ(PM) | Monsoon | Rain