ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાજ્યના 16 હજારથી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે : રાજ્યના ઉર્જામંત્રી કનુ દેસાઇ

રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું છે કે રાજ્યના 16 હજારથી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે.
ધારાસભ્ય દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબ આપતા જણાવ્યું હતું કે દિવસે વીજળી આપવાની 97 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. તેમણે વધુમાં કહ્યું કે બાકી રહેલા 3 ટકા વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણ કરવા જમીન અને કાયદાકીય પ્રશ્નોનું નિરાકરણ ટૂંક સમયમાં કરવામાં આવશે.
રાજ્યની વીજ માંગને પહોંચી વળવા અને ભવિષ્યની પેઢીને પ્રદૂષણમુક્ત વાતાવરણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કોલસો, લિગ્નાઇટ જેવા પરંપરાગત ઊર્જા સ્રોતોના સ્થાને સૌર ઊર્જા, પવન ઊર્જા જેવા બિનપરંપરાગત ઊર્જાસ્રોતોના ઉપયોગ પર ભાર આપવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા કન્ઝ્યુમર ક્લબ અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રી કુંવરજી બાવળિયાએ ઉમેર્યું કહ્યું હતું કે, શાળા-કોલેજના માધ્યમથી ગ્રાહક સુરક્ષા બાબતે વધુમાં વધુ પ્રચાર પ્રસાર થઈ શકે તે માટે અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ૧૧ લાખ ૪૫ હજારના ખર્ચે કુલ ૨૨૯ કન્ઝ્યુમર ક્લબ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. આ કન્ઝ્યુમર ક્લબો દ્વારા ૯૧૨ ગ્રાહક જાગૃતિ કાર્યક્રમો યોજાયા છે. જેમાં ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકો જોડાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ