ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાજ્ય સરકારનાં કર્મચારીઓને છઠ્ઠાને બદલે સાતમા પગારપંચ મુજબ ભથ્થાં આપવાનો અને 2005 પહેલાંનાં કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વય નિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 
રાજ્ય સરકારનાં કર્મચારીઓની ઉચ્ચક બદલી દરમિયાન મુસાફરી ભથ્થું અને વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે.
ગઈ કાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, કર્મચારીઓને હાલમાં ચાર્જ એલાઉન્સ બેઝિક પગારના 5 કે 10 ટકા આપવામાં આવે છે, જે હવે સાતમાં પગાર પંચ મુજબ આપવામાં આવશે. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના અંદાજીત 60 હજાર 245 જેટલા અધિકારી-કર્મચારીઓની જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની રજૂઆતનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ