મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાંથી ૧૧૩ જળાશયો સંપૂર્ણ જ્યારે ૪૩ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના ૧૮ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૨૩ ડેમમાં ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૯ ડેમમાં ૨૫ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૮૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૭૮ ટકા કરતાં વધુ જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૮૧ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે .
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ૧ લાખ ૧૪ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૭૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈમાં ૪૮ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૧૬ હજારની જાવક, વણાકબોરીમાં ૨૧ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૨૧ હજારની જાવક અને કડાણા જળાશયમાં ૧૮ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૧૫ હજારની ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૮૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૯ ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 3:38 પી એમ(PM) | જળાશયો