રાજ્યના ૧૬૦ થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી ખરીદીનો આરંભ કરાવશે. આ વેચાણ માટે ૩ લાખ ૩૩ હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. આ ઓનલાઇન નોંધણી માટે ૧૦ નવેમ્બર છેલ્લો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ઓનલાઇન નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદાશે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.. તેમણે અફવાઓથી દૂર રહેવા ખેડૂતોને અપીલ કરી હતી.૧ હજાર ૩૫૬ રૂપિયા અને ૬૦ પૈસા લેખે પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.
ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ ૪ હજાર કિલોગ્રામ એટલે કે, ૨૦૦ મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડૂતો આગામી તા. ૧૦ નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી નોંધણી કરાવી શકશે તેમ કૃષિમંત્રીએ જણાવ્યું હતું.
Site Admin | નવેમ્બર 8, 2024 3:21 પી એમ(PM) | મગફળી