રાજ્યના ૧૩ જિલ્લામાં વરુની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2023માં વરુની વસ્તી અંદાજે ૨૨૨ હતી અને સૌથી વધારે ૮૦ વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ને સુશાસન દિવસે વરુના આવાસોના એટલાસનું વિમોચન કર્યું હતું જે અંતર્ગત, વરુ પ્રજાતિનાં રક્ષણ માટે ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા રીમોટ સેન્સીંગ અને જીઆઈએસ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નક્શાપોથી તૈયાર કરાઇ છે, જે વરુના મુખ્ય નિવાસસ્થાનો અને તેને જોડતા મહત્વપૂર્ણ કોરિડોરને ઓળખવામાં મદદરૂપ કરશે. આ એટલાસ મુજબ, વરુ માટે અનુકૂળ નિવાસસ્થાનો મુખ્યત્વે ખુલ્લા ઝાડીવાળા વિસ્તારો અને પાણીના સ્ત્રોતોની ઉપલબ્ધતા સાથેના ઘાસના મેદાનોથી બનેલા છે, જે ભારતીય વરુ માટે આદર્શ નિવાસ સ્થાન છે.
‘ગીર’ ફાઉન્ડેશનના અભ્યાસ મુજબ, હાલ રાજ્યના 13 જિલ્લામાં કુલ 2 હજાર 218 ચો. કિમી.ના વિસ્તારમાં વરુ વસવાટ કરી રહ્યા છે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 7:39 પી એમ(PM) | વરુ