ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાજ્યના ૧૧૩ ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમમાં ૯૮ ટકા પાણીનો સંગ્રહ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ અને 66 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, જયારે 12 ડેમ એલર્ટ અને 09 ડેમને ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યના જીવાદોરી ગણાતા સરદાર સરોવર યોજનામાં હાલ 3 લાખ, 30 હજાર, 327 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 98 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 5 લાખ 18 હજાર 109 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 92 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે.

ફાઈલ ફોટો

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ