ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2024 7:08 પી એમ(PM) | વરસાદ

printer

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર તેમ જ જુનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર તેમ જ જુનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યના હવામાન વિભાગે આજે 27 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. આજે વરસાદની ત્રણ સિસ્ટમ સમગ્ર રાજ્યને ઘમરોળશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.
રાજ્યમાં મોસમનો સરેરાશ 100 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 245 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે 201 મિલીમીટર રાજકોટ તાલુકામાં, જ્યારે લોધિકામાં 196, કોટડા સાંગાણીમાં 191 મિલીમીટર વરસાદ નોંધાયાના અહેવાલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 880 મિલીમીટર સાથે મોસમનો સરેરાશ 99 ટકાથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલ છે. સૌથી વધારે 117 મિલીમીટર વરસાદ કચ્છ ઝોનમાં, 108 મિલીમીટર વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 87 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના 76 ડેમ 100 ટકા, 46 ડેમ 70થી 100 ટકા, 23 ડેમ 50થી 70 ટકા જેટલા ભરાઈ ગયા છે. ઉપરાંત રાજ્યના 96 ડેમ હાઈ-અલર્ટ, 19 ડેમ અલર્ટ અને સાત ડેમ ચેતવણી પર છે.
રાજ્યમાં હાલમાં બચાવ કામગીરી માટે NDRFની 14 ટુકડી અને SDRFની 22 ટુકડી તહેનાત છે. હવામાન વિભાગે 30 ઑગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ