ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2024 3:13 પી એમ(PM)

printer

રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સંભાવના છે. હવામાન વિભાગે 26 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આઠ જિલ્લાના 20 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 125 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. આમાંથી સૌથી વધારે 183 ટકા વરસાદ કચ્છ અને 130 ટકા વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ ક્ષમતાના 97 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે 109 બંધ સંપૂર્ણ ભરાઈ ગયા છે. તો 64 બંધ 70થી 100 ટકા વચ્ચે અને 18 બંધ 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ