ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 22, 2024 3:40 પી એમ(PM) | હવામાન વિભાગ

printer

રાજ્યના હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતમા છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 ઑગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા વિભાગે સૂચના આપી છે.
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 655 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 74 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સૌથી વધારે 89 ટકા વરસાદ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 88 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે 50 ડેમ 100 ટકા, 43 ડેમ 70થી 100 ટકા ભરાઈ ગયા છે. રાજ્યના 65 ડેમ હાઈ-અલર્ટ, 19 ડેમ અલર્ટ અને નવ ડેમ ચેતવણી પર રાખવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ