ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 11:04 એ એમ (AM)

printer

રાજ્યના હવામાન વિભાગે આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે બપોર બાદ અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
સત્તાવાર આંકડા અનુસાર, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં કુલ 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આમાંથી સૌથી વધારે 93 મિલીમીટર વરસાદ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં વરસ્યો હતો. જ્યારે નવસારીના ચીખલી તાલુકામાં 78, છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં 75 મિલીમીટર વરસાદ આવ્યો હતો.
નર્મદા જિલ્લાના અમારા પ્રતિનિધિ દિપક જગતાપ જણાવે છે, ગઈકાલે મોડી સાંજે રાજપીપળા સહિત આસપાસના વિસ્તારમં ભારે વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખેતીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.
છોટા ઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે, ક્વાંટ તાલુકામાં ભારે ગાજવીજ અને પવન સાથે ઝાપટું વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. ભારે પવનના કારણે સુસ્કાલ પાસે રેલવે ટ્રેક પર ઝાડ પડતાં ટ્રેનને રોકવાની પણ ફરજ પડી હતી.
રાજકોટના આજી-3 જળાશયમાં વરસાદની આવક વધતા જળાશયનો અગાઉ એક દરવાજો વધુ શૂન્ય પૂર્ણાંક એક મીટર ખોલાતા પડધરી તાલુકાના ખજૂરડી, થોરિયાળી અને મોટા ખીજડિયા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ સિંચાઈ પૂર વર્તુળ એકમે જણાવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ