રાજ્યના હવામાન વિભાગે આગામી 2 દિવસ બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે.હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે, હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી આવતા પવનોના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન ઘટ્યું છે,જે હજી પણ આગામી 48 કલાક સુધી યથાવત્ રહેશે, પરંતુ ત્યારબાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. એટલે કે તાપમાનમાં વધારો થતા ની સાથે ઠંડીમાં આંશિક રાહત મળશે. હાલમાં 6.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 7:31 પી એમ(PM)