રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદામાં ગાજવીજ સાથે વરસાદ સહિત કરાં પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.
ડાંગનાં અમારાં પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે વાતાવરણમાં પલટો આવતા સાપુતારા સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. પરિણામે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
વલસાડનાં અમારાં પ્રતિનિધિ નવીન પટેલના જણાવ્યા અનુસાર કપરાડા તાલુકાના સુથારપાડા ગામ અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ વરસતા શાકભાજી તેમજ આંબાવાડી ઉપર નભતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
Site Admin | ડિસેમ્બર 27, 2024 7:27 પી એમ(PM) | હવામાન