રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલૉ એલર્ટ જાહેર કર્યું છે.
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. શ્રી ચૌહાણે ઉમેર્યું કે, તાપમાનનો પારો સામાન્ય કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટે ત્યારે કૉલ્ડ વેવ એટલે કે, ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરાઇ છે.
Site Admin | ડિસેમ્બર 21, 2024 8:43 એ એમ (AM)
રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલૉ એલર્ટ જાહેર કર્યું
