રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનું મોજું યથાવત્ રહેવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું હતું. જ્યારે કંડલામાં 8, ડીસામાં 9 અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ, દાદરા-નગરહવેલીમાં હવામાન સૂકું રહેવાની પણ આગાહી છે.
Site Admin | ડિસેમ્બર 15, 2024 8:19 એ એમ (AM) | રાજ્યના હવામાન વિભાગ