રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સરેરાશ ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં ગઈકાલે સૌથી ઓછું 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું. જ્યારે જુનાગઢના કેશોદમાં 10, કંડલા હવાઈમથક પર 11, ભુજમાં 12, અમદાવાદ અને અમરેલીમાં 13, સુરેન્દ્રનગર અને કંડલા બંદર પર 14, ભાવનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમન નોંધાયું હતું.
Site Admin | ડિસેમ્બર 14, 2024 8:27 એ એમ (AM) | રાજ્યના હવામાન વિભાગ