રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં એકથી 2 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસે જણાવ્યું કે, આગામી 5 દિવસ કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન એકાદ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. જ્યારે હજી પણ નવેમ્બર મહિનાના પહેલા પખવાડિયા સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી વધુ
રહેવાની શક્યતા છે.શ્રી દાસે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ તો 19.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે
નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
Site Admin | નવેમ્બર 7, 2024 7:49 પી એમ(PM)