ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 13, 2025 10:00 એ એમ (AM)

printer

રાજ્યના હવામાનમાં પલટો – અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં વિસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાઈક્લોનિક સરક્યુલેશન જેવી 3 સિસ્ટમની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ આગામી 24 કલાક દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવનો સાથે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ગઈકાલે અમદાવાનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું હતું. આણંદ, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, નવસારીના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ