ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 18, 2024 11:15 એ એમ (AM)

printer

રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના 10 તબક્કામાં ત્રણ કરોડ સાત લાખ 30 હજારથી વધુ લાભાર્થીઓને લાભ અપાયા

રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના 10 તબક્કામાં ત્રણ કરોડ સાત લાખ 30 હજારથી વધુ લાભાર્થીઓને લાભ અપાયા છે.
ડિસેમ્બર 2023થી જાન્યુઆરી 2024 સુધીમાં યોજાયેલા નવ તબક્કામાં ગ્રામ્ય અને શહેરીકક્ષાએ મળેલી 100 ટકા અરજીઓનો નિકાલ કરાયો છે. વર્ષ 2016માં 23 સેવાઓથી શરૂ થયેલા સેવાસેતુ કાર્યક્રમમાં હાલમાં સામાન્ય વહીવટ વિભાગ, નાણા, મહેસૂલ, શ્રમ અને રોજગાર, અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહક બાબતોનો, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સહિત 13 જેટલા વિભાગની યોજનાઓનો સમાવેશ કરી કુલ 55 જેટલી સેવાઓનો લાભ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ