રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લાની પાટડીની દીકરીએ થાઇલેન્ડના દરિયામાં શ્વાસ રોકીને 130 ફૂટ દરિયાના પાણીમાં જઇને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે અને રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડ્યું છે.
અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધીના જણાવ્યા મુજબ, મૂળ પાટડીના અને હાલ અમદાવાદ ખાતે રહેતા ચંદ્રકાન્ત મીરાણીની દીકરી સ્મૃતિ મીરાણીએ તાજેતરમાં જ થાઈલેન્ડના દરિયામાં શ્વાસ રોકીને 130 ફૂટ દરિયાના પાણીમાં જઈને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. સ્મૃતિ મીરાણીએ પાંચ વર્ષની ઉંમરે સ્વિમિંગની શરૂઆત કરી હતી. નાનપણથી જ ભણવામાં અવ્વલ સ્મૃતિ મીરાણીએ ધોરણ 12 પછી આઈઆઈટીની તૈયારી કરી મુંબઈ આઇઆઇટીમાંથી એનર્જી એન્જિનિરીંગમાં બીટેક અને એમટેક કર્યા હતા.
ત્યારબાદ 40 સ્કુબા ડાઇવિંગ કર્યા બાદ છેલ્લા બે વર્ષથી ફ્રી ડાઇવિંગ કર્યા બાદ તાજેતરમાં દરિયા સાથે બાથ ભીડી થાઈલેન્ડના દરિયામાં જઇ રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે.
Site Admin | જુલાઇ 14, 2024 7:53 પી એમ(PM)
રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લાની પાટડીની દીકરીએ થાઇલેન્ડના દરિયામાં શ્વાસ રોકીને 130 ફૂટ દરિયાના પાણીમાં જઇને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે
