રાજ્યના સામાન્યમાં માણસોને વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે એમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે જણાવ્યું હતું. સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની જન્મશતાબ્દિએ આજે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં શ્રી પટેલે અનેક પ્રજાલક્ષી નવી પહેલોનો પ્રારંભ કર્યો હતો. પટેલે ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ, સ્કોલરશીપ અને રેવન્યુ મોનીટરીંગ સિસ્ટમ, સી.એમ. ફેલો વેબસાઈટ, ગુજરાત ઇન્ડિયા વેબ પોર્ટલનું આધુનિકીકરણ જેવી વિવિધ પહેલો શરૂ કરી હતી. મુખ્યમંત્રીએ ડિજિટલ યુનિફાઈડ પૉર્ટલ અંતર્ગત પ્રથમ તબક્કે સિંગલ સાઈન ઑન SSO, એ.આઈ. આધારિત એપ ભાષિણીના ઉપયોગથી “સ્વર” પ્લેટફોર્મ પણ લોંચ કર્યું હતું. પટેલે ‘મારી યોજના’, ‘સ્વાગત 2.ઑ’ અને ‘કનેક્ટ ગુજરાત’ જેવી પહેલ શરૂ કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ 36 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રાજ્યની 34 નગરપાલિકાઓના નવનિર્મિત ‘સિટી સિવિક સેન્ટર્સ’નું ઈ-લોકાર્પણ કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 25, 2024 3:19 પી એમ(PM) | મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ