રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી એમ બે જીલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેક્ષણની કામગીરી ઝડપી બનાવવામાં આવી.
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા હિંમતનગર તાલુકા સહિત પારગી ફળિયુ વિસ્તાર તથા સીમ વિસ્તારમાં 20 ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જે અંતર્ગત, 2 હજાર 929 ઘરોમાં 15 હજાર 430 જેટલા લોકોની ચકાસણી કરવામાં આવી..
આ રોગ સેન્ડ ફલાયના કરડવાથી થાય છે અને ખાસ કરીને નાના બાળકોમાં વધારે જોવા મળે છે. હિંમતનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં બે વાઇરલ શંકાસ્પદ કેસ નોંધાયેલ છે. જેમાંથી એક બાળકનું મરણ થયું છે જ્યારે બીજા એક બાળકનું આરોગ્ય સારું છે. હાલ હિંમતનગર સિવિલમાં દાખલ છે. આ બંને બાળકોના સેમ્પલ લઇ પુણે મોકલાયા છે. જેના ચારથી પાંચ દિવસમાં પરિણામ આવશે.
Site Admin | જુલાઇ 14, 2024 7:48 પી એમ(PM)