ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 5, 2025 7:36 પી એમ(PM) | સંસ્કૃત સાધના નીતિ

printer

રાજ્યના શિક્ષણ વિભાગે સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી સંસ્કૃત સાધના નીતિને મંજુરી આપી

રાજ્યના શિક્ષણ વિભાગે નવી સુધારેલી નીતિ સંસ્કૃત સાધનાને મંજુરી આપી છે. શિક્ષણ વિભાગે સંસ્કૃત ભાષામાં રસ ધરાવતાં વિદ્યાર્થીઓને સંસ્કૃત માધ્યમ,ઉત્તમ પ્રકારના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા, તેમજ હાલની સંસ્કૃત શાળાઓને શૈક્ષણિક તેમજ ભૌતિક સાધનોથી સુસજ્જ બને એ માટે આ નીતિને મંજુરી આપી છે. રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદિત સંસ્કૃત શાળાઓમાં ખાલી પડેલી પ્રધાનાચાર્ય અને અધ્યાપકની જગ્યાઓ ભરવા માટે કેન્દ્રીયકૃત રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારની પસંદગી કરાશે. તેમજ આ શાળાઓના ગ્રંથાલયને સંવર્ધિત કરવા માટે તેમજ પ્રાચીન અને હસ્તલિખિત ગ્રંથોની જાળવણી તેમજ તેમાં ડિજીટાઇઝેશન માટે પ્રતિ વર્ષ 25 હજાર રૂપિયા અને 150 થી વધુ વિદ્યાર્થી સંખ્યા માટે 40 હજાર રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ સહાય આપવામાં આવશે. ધોરણ 8 માંથી પાસ થયેલ વિદ્યાર્થી ધોરણ 9 માટે પ્રથમા-1 અને ધોરણ 10માંથી પાસ થયેલ વિદ્યાર્થી ધોરણ-11 મધ્યમા કક્ષા-1, તેમજ ધોરણ 12માંથી પાસ થયેલ વિદ્યાર્થી શાસ્ત્રી-1 અથવા તેને સમકક્ષ પરીક્ષા સંસ્કૃત વિષય સાથે પાસ વિદ્યાર્થી પ્રવેશપાત્ર રહેશે.                  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ