રાજ્યના વિવિધ 6 ઝોનમાં આવતીકાલે ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, જામનગર, સુરત અને રાજકોટ ઝોનનો સમાવેશ થાય છે. ઝોન કક્ષાએ વિજેતા થનારને રોકડ ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે અને રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધા માટે પણ પસંદ થશે. આ ઉપરાંત વિજેતા બનનાર સ્પર્ધકો રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે તેમ રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:28 પી એમ(PM)
રાજ્યના વિવિધ 6 ઝોનમાં આવતીકાલે ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાશે
