ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 21, 2025 8:59 એ એમ (AM)

printer

રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરાશે

રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરાશે. નાણામંત્રી કનુ દેસાઈએ અંદાજપત્રમાં આ જાહેરાત કરી હતી. આ સુધારણા પંચમાં અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્રસલાહકાર હસમુખ અઢિયા ઉપરાંત અન્ય પાંચ સભ્યની નિમણૂંક કરાશે.
આ પંચ વહીવટી અને શાસન માળખું, માનવશક્તિનું તર્કસંગતીકરણ અને માનવ સંશાધન વ્યવસ્થાપન, નાણાકીય વ્યવસ્થાપન, વિકેન્દ્રીકરણ અને સ્થાનિક શાસન, ટેક્નોલૉજી અને નવીનતાનો ઉપયોગ, દેખરેખ અને મૂલ્યાંકન માળખાનો અભ્યાસ કરી તે અંગે વિચારણા કરીને સરકારને ભલામણ રજૂ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ