ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 9, 2024 7:41 પી એમ(PM)

printer

રાજ્યના વહીવટમાં પારદર્શીતા આવે તેમજ લોકોના પ્રશ્નોનો સમયસર નિકાલ લાવી શકાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે

રાજ્યના વહીવટમાં પારદર્શીતા આવે તેમજ લોકોના પ્રશ્નોનો સમયસર નિકાલ લાવી શકાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ યોજાયો. તેમના વરદ હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરાયું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે તમામ કચેરીઓમાં ૩૬૫ દિવસ સુધી સતત જનતાની સેવાના કાર્યો થવા જોઈએ.
બીજી તરફ ભાવનગરના ઉમરાળામાં “સેવા સેતુ”નો કાર્યક્રમ યોજાયો. જેમાં ૧૬ જેટલાં ગામોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ